ચાણસ્મા, તા. ચાણસ્મા જી. પાટણ ખાતે અનુસૂચિત જાતિ પૈકી રોહિત જ્ઞાતિના શાખે ડોડિયા પરિવારના ઉગમણા દરવાજા બહાર લગભગ ૧૫૦ જેટલા તથા ઈન્દીરાનગર ખાતે ૩૫ જેટલા મકાનો આવેલા છે.
વર્ષોથી એકતા, સંસ્કાર અને પરંપરા જાળવી રાખનાર ડોડિયા પરિવાર દ્વારા અનુસૂચિત જાતિના શૈક્ષણિક, સામાજિક અને આર્થિક વિકાસ માટે ડોડિયા પરિવાર સમાજ વિકાસ ટ્રસ્ટ, ચાણસ્મા ની સ્થાપના કરવામાં આવેલ છે.