અમારા વિશે

ઇતિહાસ

ચાણસ્મા (તાલુકા: ચાણસ્મા, જિલ્લો: પાટણ) માં અનુસૂચિત જાતિ ડોડિયા “રોહિત” પરિવારનું વર્ષોથી ખૂબ જ મહત્વ છે. આ ગામ 500 પાટણવાળા પૈકી 100 ગોળનું અગ્રણી ગામ ગણાય છે.

વર્ષ 2019 માં સધીમાતાનો વિશાળ મહોત્સવ યોજાયો હતો. તે પ્રસંગે ડો. વિનોદભાઈ તથા સાથી મિત્રોેએ સમાજ માટે શિક્ષણ તથા સામાજિક પ્રસંગો માટે ઉપયોગી સંકુલ બનાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો।

સમાજના વડીલો, યુવાનો, બહેનો અને કર્મચારીગણ દ્વારા સહમતિ મળતા ટ્રસ્ટ રચવાનો નિર્ણય લેવાયો।

અમારું દ્રષ્ટિકોણ

ટ્રસ્ટના મુખ્ય ઉદ્દેશો

ટ્રસ્ટના મુખ્ય ઉદ્દેશો

યુવાનોને આધુનિક સુવિધાઓ યુક્ત શિક્ષણ દ્વારા કારકિર્દી વિકાસમાં મદદ કરવી.

આર્થિક વિકાસ

સમાજના યુવાનોનો આર્થિક વિકાસ કરવો.

સ્ત્રી સશક્તિકરણ

મહિલાઓને પગભર અને જાગૃત કરવી.

સામાજિક સુધારણા

સામાજિક એકતા અને જનજાગૃતિ લાવવી.

ટ્રસ્ટ વિશે

તા. ૨૪/૧૨/૨૦૨૩ ના રોજ સમગ્ર ડોડિયા પરિવારના સભ્યોની જાહેર મિટિંગનું આયોજન કરી ટ્રસ્ટની રચના કરવામાં આવી. જેનું નામ: ”ડોડિયા પરિવાર સમાજ વિકાસ ટ્રસ્ટ” રાખવામાં આવ્યું.

ટ્રસ્ટના બંધારણ મુજબ ડોડિયા પરિવારની ત્રણેય કુટનું સરખું પ્રતિનિધિત્વ જળવાય તે હેતુથી દરેક કુટમાંથી (૫) પાંચ પ્રતિનિધિ મળી કુલ (૧૫) પંદર પ્રતિનિધિઓની કમિટી બનાવવામાં આવી.

આ પંદર કમિટી સભ્યો પૈકી દરેક કુટને ફરજિયાત (૨) બે હોદ્દા ટ્રસ્ટના બંધારણ મુજબ આપવામાં આવ્યા.

કમિટી દ્વારા શૈક્ષણિક સંકુલ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો. જે અંતર્ગત ટ્રસ્ટ દ્વારા સર્વે નંબર (૨૧/૧ પૈકી-૨) વાળી (૦૪-૦૫ ચો.મી) જમીન ખરીદવામાં આવી. બાજુમાં રહેલી (૨૧/૧ પૈકી-૧) સર્વે નંબર વાળી જમીન પણ પરિવાર દ્વારા ઉપયોગમાં લેવા સંમતિ આપતા કુલ (સાત) ગુઠાથી વધારે જમીનમાં સંકુલ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

મિશન

“અનુસૂચિત જાતિના દરેક બાળકને શિક્ષણ, માર્ગદર્શન અને નૈતિક મૂલ્યો દ્વારા સશક્ત બનાવવા અને સુશિક્ષિત તથા સંગઠિત સમાજનું નિર્માણ કરવું.”

દ્રષ્ટિ

“એકતા, સેવા અને શિક્ષણના આધારે ડોડીયા સમુદાયનો સર્વાંગી વિકાસ હાંસલ કરવો અને ભાવિ પેઢીઓ માટે મજબૂત પાયો બનાવવો.”