ડોડીયા પરિવાર સમાજ વિકાસ ટ્રસ્ટ દ્વારા, પોલીસ તથા પીએસઆઇ ની શારીરિક પરીક્ષા મા પાસ થયેલ વિદ્યાર્થીઓ ને તેઓની માંગણી મુજબ લેખિત પરીક્ષા ની તૈયારી માટે ગણિત તથા રિસનિંગ વિષય માટે એપ્લિકેશન તથા તાજેતરના સિલેબસ મુજબ નું જુદા જુદા પ્રકાશન નું સાહિત્ય, પુસ્તકો, અગાઉ એક વખત તથા બાકી રહેલ પુસ્તકો આજે આપવામાં આવ્યાં.
સ્વ. સંજયભાઈ ગિરીશભાઈ પરમાર ના સ્મરણાર્થે ચાલતા સ્પર્ધાત્મક પરીક્ષાના કલાસના આજ છેલ્લા દિવસે ડૉ. વિનોદભાઈ સાહેબ, અનિકેત સાહેબ અને પ્રફુલભાઈ સાહેબ દ્વારા આગામી સમયમાં શિક્ષણનું મહત્વ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું.
તમામ વિદ્યાર્થીઓ ને અનિકેત સાહેબ દ્વારા નાસ્તો આપવામાં આવ્યો.
આજના દિવસે ડોડિયા પરિવાર ટ્રસ્ટ ના હોદ્દેદાર,સભ્યો અને યુવા સાથી મિત્રોએ હાજરી આપી તે બદલ ખુબ ખુબ આભાર. ખાસ આભાર વ્યકત કરું છું પરમાર બિપીનભાઈ જેઠાભાઈ ના પરિવારનો જેમને બે મહિના માટે આપણને મકાન કોઈ ભાડા વગર સેવા માટે આપ્યું.આ અગાઉ પણ ચાર મહિના માટે આપણને મકાનની સેવા પૂરી પાડેલ. ખુબ ખુબ આભાર બિપીનભાઈ અને નિકુંજભાઈ સાહેબ.
ચાણસ્માના ડોડિયા પરિવાર ના સામાજિક અગ્રણી અને ડોડિયા પરિવાર સમાજ વિકાસ ટ્રસ્ટ ચાણસ્મા ના ઉપપ્રમુખ ડોડિયા નરોત્તમભાઈ મોહનભાઈ ની પુત્રી રિંકુબેન ડોડિયા ની દીકરી ડો. પાયલબેન એમ. બી. બી. એસ. પૂર્ણ કરી એમ. ડી. પિડિયાટ્રિક માં તેમજ બીજી દીકરી ડો. નિરાલીબેન બી. એચ. એમ. એસ. પૂર્ણ કર્યું. તેમજ નરોત્તમભાઈ ના નાના દીકરી આશિષ ની દીકરી ગરિમાબેન એમ. બી. બી. એસ. ડિગ્રી મેળવી સમાજનું નામ રોશન કરવા બદલ ડોડિયા પરિવાર દ્વારા ત્રણે દીકરીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. જે સમગ્ર ચાણસ્મા ડોડિયા પરિવાર માટે ગૌરવની વાત છે. પરિવારે સાચા અર્થમાં બેટી પઢાઓ, બેટી બચાવો સૂત્ર ને સાકાર કરેલ છે. એકજ ઘરની ત્રણ દીકરીઓ એકસાથે ડોક્ટર બને હોય તે ડોડિયા પરિવાર અને નરોત્તમભાઈ ના પરિવાર માટે ગૌરવની વાત છે.

અમે અમારી કુલદેવી સાધીમાતા ના પવિત્ર ઉત્સવને પરંપરાગત વિધિઓ, સાંસ્કૃતિક કાર્યક્રમો અને સમાજના સહભાગ સાથે ઉજવીએ છીએ. આ કાર્યક્રમ પરિવાર અને સમાજમાં ભક્તિ તથા એકતાને મજબૂત બનાવે છે.
12

સમાજ શિષ્યવૃત્તિ, અભ્યાસ સહાય અને માર્ગદર્શન દ્વારા વિદ્યાર્થીઓના શિક્ષણને પ્રોત્સાહન આપે છે. પુસ્તક દાન જેવી પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે.
12

નિયમિત બેઠકઓ દ્વારા સમાજના સભ્યોને એકત્ર કરી કલ્યાણ, વિકાસ અને સામાજિક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવે છે. આ બેઠકો સહકાર અને પરસ્પર સમજણને વધુ મજબૂત બનાવે છે.
12

યુવાનો માટેના કાર્યક્રમો નેતૃત્વ, કારકિર્દી જાગૃતિ અને વ્યક્તિગત વિકાસ પર કેન્દ્રિત છે. વર્કશોપ અને માર્ગદર્શન પ્રવૃત્તિઓ દ્વારા તેમને ઉજ્જવળ ભવિષ્ય માટે તૈયાર કરવામાં આવે છે.
12
ચાણસ્મા, તાલુકો: ચાણસ્મા, જિલ્લો: પાટણ, ગુજરાત, ભારત
કૉપિરાઇટ © 2026 | સર્વ હક્કો સુરક્ષિત